તારક મેહતા માં કામ કરતા કલાકારોની ફી કેટલી લે છે


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટચુકડા પડદે છેલ્લા 12 વર્ષ થી મનોરંજન પીરસી રહ્યું છે. TMKOC શો લગભગ દરેક વ્યક્તિએ જોયું હશે. લોકો ને તેના પાત્ર જોઈને મજા પણ આવતી હોય છે.

TMKOC શો માં કામ કરતા કલાકારો ની ફી તે મહિના માં કેટલા દિવસ કામ કરે છે તેના પર આધારિત છે. દરેક કલાકાર ને એપિસોડ દીઠ ફી આપવામાં આવે છે.

દિલીપ જોષી -


શો માં જેઠાલાલ તરીકે પાત્ર ભજવતા દિલીપ જોષી શો માં પોતાની કોમિક ટાઈમિંગ અને બબીતાજી માટે કોઈ પણ કામ કરવા તત્પર રહેતા જેઠાલાલ ને શો માં સૌથી વધુ ફી મળે છે.

દિલીપ જોશી ને એપિસોડ દીઠ દોઢ (1.5) લાખ ₹ ફી મળે છે.

શૈલેષ લોઢા -


શો માં શૈલેષ લોઢા તારક મહેતા લેખક નું પાત્ર ભજવે છે. જે શો માં જેઠાલાલ માટે સંકટ સમયની સાંકળ સમાન છે તેમને ફાયરબ્રિગેડ તરીકે સંબોધે છે.

શૈલેષ લોઢા ને એપિસોડ દીઠ એક (1) લાખ ₹ ફી મળે છે.

મંદાર ચંદવરકર -


શો માં મંદાર ગોકુલધામ સોસાયટી ના એકમેવ સેક્રેટરી અને શિક્ષક તરીકે આત્મારામ ભીડે નું પાત્ર ભજવે છે. શો માં ભીડે અને જેઠાલાલ વચ્ચે ની તું તું મૈં મૈં જોવાની મજા આવે છે.

મંદાર ચંદવરકર ને એપિસોડ દીઠ 80 હજાર ₹ ફી મળે છે.

અમિત ભટ્ટ -


શો માં અમિત ભટ્ટ ચંપકલાલ ગડા નું પાત્ર ભજવે છે. તેઓ ઉંમર માં મોટા હોવાથી સોસાયટી ના બધા સભ્યો તેમનું સન્માન કરે છે.

અમિત ભટ્ટ ને એપિસોડ દીઠ 70 થી 80 હજાર ₹ ફી મળે છે.

તનુજ મહાશબ્દે -


શો માં તનુજ મહાશબ્દે ઐયર નું પાત્ર ભજવે છે. તે સાયન્ટિસ્ટ છે. અને બબીતા ના પતિ ના રોલ માં જોવા મળે છે.

તનુજ મહાશબ્દે ને એપિસોડ દીઠ 65 થી 70 ₹ ફી મળે છે.

શરદ સાંક્લા -


શો માં શરદ સાંકલા અબ્દુલ નું પાત્ર ભજવે છે જેની સોસાયટી ના નાકે ALL IN ONE સોડા શોપ ની દુકાન આવેલી છે. અબ્દુલ દરેક એપિસોડ માં જોવા મળતો નથી તેથી તેની ફી પણ ઓછી છે.

શરદ સાંક્લા ને એપિસોડ દીઠ 35 થી 40 હજાર ₹ ફી મળે છે.

નિર્મલ સોની - 


શો માં નિર્મલ સોની હંસરાજ હાથી નું પાત્ર ભજવે છે. જેને ડોક્ટર દેખાડવામાં આવ્યો છે અને તે ખાવા પીવા નો શોખીન દેખાડવા માં આવ્યો છે. શો માં નવા હોવા થી તેમની ફી ઓછી છે.

નિર્મલ સોની ને એપિસોડ દીઠ 20 થી 25 હજાર ₹ ફી મળે છે.

બલવિંદર સુરી -


શો માં બલવિંદર સુરી સોઢી નું પાત્ર ભજવે છે. જેને પોતાનું ગેરેજ છે. અને તેનો સ્વભાવ ખુશખુશાલ અને ઉત્સાહી દેખાડવા માં આવ્યો છે. શો માં નવા હોવા થી તેમની ફી ઓછી છે.

બલવિંદર સુરી ને એપિસોડ દીઠ 20 થી 25 હજાર ₹ ફી મળે છે.

દિશા વાકાણી - 


શો માં દિશા વાકાણી દયા ભાભી નું પાત્ર ભજવે છે. જેને શો ની બાકી ની મહિલા કલાકારો કરતા વધુ ફી ચૂકવવા માં આવતી હતી જો તે શો માં પરત ફરે તો તેની ફી માં 50 હજાર નો વધારો કરવા ની વાત હતી

દિશા વાકાણી ને એપિસોડ દીઠ 1.20 લાખ ₹ ફી મળતી હતી.

જો તે શો માં પરત ફરે તો તેઓ ની ફી 1.70 લાખ થઈ જાય જે દિલીપ જોશી કરતા પણ વધુ થઈ જાય.

મુનમુન દત્ત -


શો માં મુનમુન દત્ત બબીતા નું પાત્ર ભજવે છે જેનું પાત્ર શો માં ગ્લેમરસ દેખાડવા માં આવ્યું છે. જેઠાલાલ બબીતાજી પાછળ લટ્ટુ બતાવવામાં આવ્યો છે.

મુનમુન દત્ત ને એપિસોડ દીઠ 40 થી 50 હજાર ₹ ફી મળે છે.

અંબિકા રંજનકર -


શો માં અંબિકા રંજનકર કોમલ હાથી નું પાત્ર ભજવે છે. જે ડોક્ટર હાથી ની પત્ની બતાવવામાં આવી છે.

અંબિકા રંજનકર ને એપિસોડ દીઠ 40 થી 50 હજાર ₹ ફી મળે છે.

સોનાલિકા જોષી -


શો માં સોનલિકા જોષી માધવી ભીડે નું પાત્ર ભજવે છે. જે અથાણાં પાપડ નો વ્યવસાય કરે છે.

સોનલીકા જોષી ને એપિસોડ દીઠ 40 થી 50 હજાર ₹ ફી મળે છે.

જેનિફર મિસ્ત્રી -


શો માં જેનિફર મિસ્ત્રી રોશન ભાભી નું પાત્ર ભજવે છે.

જેનિફર મિસ્ત્રી ને એપિસોડ દીઠ 40 થી 50 હજાર ₹ ફી મળે છે.

સુનૈના ફોજદાર - 


શો માં સુનૈના ફોજદાર અંજલિ નું પાત્ર ભજવે છે. તે શો માં નવી હોવા થી તેની ફી હાલ માં ઓછી છે.

સુનૈના ફોજદાર ને એપિસોડ દીઠ 20 હજાર ફી મળે છે.

ટપુ સેના -


ટપુ સેના માં સેના નો લીડર એટલે કે ટપુ કે જેનું પાત્ર રાજ અનડકટ ભજવે છે તેને એપિસોડ દીઠ 10 થી 15 હજાર, સોનું ભીડે નું પાત્ર ભજવતી પલક સિંધવાની ને પણ 10 થી 15 હજાર, ગોલી અને ગોગી નું પાત્ર ભજવતા અનુક્રમે કુશ શાહ અને સમય શાહ ઘણા સમયથી કામ કરતા હોવા થી તેમને એપિસોડ દીઠ 20 હજાર ₹ ફી મળે છે.

Post a Comment

0 Comments