ગુજરાત માં આવેલા 10 હોરર સ્થળો


ગુજરાત લોકો ને પ્રવાસીઓ માટે હમેંશા આકર્ષિત કરતું આવ્યું છે. પરંતુ ગુજરાત માં ઘણા એવા સ્થળો પણ છે કે જેની મુલાકાત લોકો લેવા નથી માંગતા તેની પાછળ તે જગ્યા એ અલૌકિક શક્તિ અથવા ભૂત પ્રેત નો વાસ રહેલો છે. કોઈ ની હત્યા, અકસ્માત અથવા આત્મહત્યા ના કારણે જે તે જગ્યાએ અલૌકિક આત્મા લોકો ને હેરાન કરતી હોય છે. ઘણા લોકો આવી વાતો માં માનતા નથી જ્યારે ઘણા લોકો આ વાતો માં વિશ્વાસ કરતા હોય છે. આત્મા પ્રેતાત્મા ની વાર્તા અથવા ફિલ્મો જોવી ગમતી હોય છે. પરંતુ જાણતા કે અજાણતા જ્યારે આવી કોઈ શક્તિ ની હાજરી અથવા આવી કોઈ ઘટના ઘટે છે. તેવા સમયે વ્યક્તિ ની પરિસ્થિતિ કફોડી બની જાય છે. આવી જ જગ્યાઓ કે જે ગુજરાતમાં આવેલી છે જેનો લોકોએ અનુભવ કર્યો છે અથવા લોકો ના મુખે થી સાંભળેલી છે તેના વિશે આજે અહીં વાત કરીશું.


ડુમસ બીચ - સુરત માં આવેલો આ ડુમસ બીચ ગુજરાત માં ડરામણી જગ્યા માં પ્રથમ સ્થાને આવે છે. આ બીચ પોચા હ્રદય ના માનવી માટે નથી. સુરત થી 21 કિલોમીટર ના અંતરે આવેલો છે અહી ના લોકો જણાવે છે કે અહીંયા આ બીચ પર પેહલા હિન્દુઓ ની સ્મશાન ગૃહ આવેલું હતું. અહી ના બીચ પર ની માટી નો રંગ કાળો છે. તે અહી ના સ્મશાન ની રાખ સાથે ભળી ગઈ હોવા થી કાળા રંગ ની થઈ ગઈ છે. અહી આવેલા પર્યટકો અથવા ત્યાં વસવાટ કરતા લોકો જણાવે છે કે જે આત્માઓ ની ઇચ્છાઓ પૂર્ણ નથી થઈ અને તેવી આત્માઓ અહી ભટકે છે. અહી રાત ના સમયે રડવા નો અને હસવા નો અવાજ સંભળાય છે. અહીં થી ઘણા પ્રવાસીઓ રહસ્યમય રીતે ગુમ થયેલા હોવા થી અને તેમની કોઈ જાણકારી મળી ના હોવા થી અહીંયા સાંજ ના સમય બાદ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


સિગ્નેચર ફાર્મ - અમદાવાદ માં સાણંદ નજીક આવેલું આ સિગ્નેચર ફાર્મ અમદાવાદ નું ભૂતિયા સ્થળ તરીકે જાણીતું છે. અહી ઘણી બધી મૂર્તિઓ અને શિલ્પીઓ, લાફીંગ બુઢ્ઢા ની મૂર્તિ આવેલી છે જે વચ્ચે થી કપાયેલી અથવા તૂટેલી હાલતમાં જોવા મળે છે. અહી ઘણા લોકો માને છે જ્યારે ઘણા લોકો આ વાત માં વિશ્વાસ નથી કરતા અહી ના તંત્ર દ્વારા રાત ના સમયે જો કોઈ જાય તો તેની જવાબદારી તે વ્યક્તિ ની પોતાની રહેશે તેવું જણાવવા માં આવ્યું છે. જે લોકો ને અનુભવ થયો છે તે જણાવે છે કે આ જગ્યાએ ઘણા સમય પેહલા સામૂહિક હત્યાકાંડ થયો હતો અને તેમાં મૃત પામેલા લોકો ફરતા હોવાનું જણાવે છે. રાત્રી ના સમયે અહી લોકો નો અવાજ અને ઘોડાઓ દોડી રહ્યા હોવાનો ભાસ થાય છે.


અવધ પેલેસ - રાજકોટ માં આવેલું આ અવધ પેલેસ ખુબ મોટું અને વિશાળ છે. આ પેલેસ નો માલિક NRI હોવાનું જણાવે છે પરંતુ તે વ્યક્તિ કોણ છે તેની કોઈ ને જાણ નથી. ત્યાં વસવાટ કરતા લોકો જણાવે છે કે આ જગ્યા પર એક છોકરી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી ને તેને સળગાવી દેવામાં આવી હતી તે સમયે તે છોકરી ની આત્મા આ પેલેસ માં ભટકી રહી હોય તેવું લોકો નું માનવું છે. આ પેલેસ માં એકલા કે ગ્રુપ માં કોઈ પણ જવાની હિંમત કરતું નથી.


રાજકોટ રોડ બગોદરા - NH8A હાઈવે પર આવતો આ રસ્તો અમદાવાદ રાજકોટ ને જોડે છે. આ રસ્તા પર ઘણા અકસ્માત થતાં હોવા થી અને ગોઝારી ઘટના ઘટવા થી આ જગ્યાએ કોઈ આત્મા નો વાસ હોવાનું માનવામાં આવે છે. લીંબડી બગોદરા હાઈવે પર એક અશાંત મહિલા ની આત્મા ડ્રાઇવર નું ધ્યાન ભટકાવતી હોવા નું જણાવે છે જેના કારણે થી અકસ્માત થાય છે.  ડ્રાઇવરો જણાવે છે કે રાત્રિ ના સમયે ભીખ માંગતી મહિલા દેખાય છે જે વાહન નજીક જતા ગાયબ થઈ જાય છે.


અરહમ બંગ્લોઝ - પેહલા અરહમ ફાર્મ તરીકે જાણીતું હતું. અરહમ એ જૈન શબ્દ છે જેનો અર્થ થાય છે શાંતિ અને દિવ્યતા. પરંતુ બંગ્લો તેના નામ થી તદન વિરૂદ્ધ એવું અશાંત અને રક્તરંજિત છે આ બંગલા માં રહેતા લોકો ની હત્યા કરી નાખવામાં આવી હતી અને કેહવાય છે કે તેમની આત્માઓ હજુ પણ અહી વસવાટ કરે છે. આ વિસ્તાર સૂમસામ બગીચા, મેદાનો અને સૂકા પડી ગયેલા પાંદડા વાળા ઝાડ થી ઘેરાયેલો છે.


સિંધરોટ વડોદરા - વડોદરા માં આવેલું નાનું એવું શહેર છે. જ્યાં લોકો સાંજના સમયે ખાસ કરી ને યુવાઓ શાંતિ માટે અને હરવા ફરવા માટે નીકળતા હોય છે. પરંતુ આ જગ્યા વડોદરા ની ડરામણી જગ્યા માં થી એક છે. ત્યાં વસવાટ કરતા લોકો એ જણાવ્યું છે કે આ જગ્યા પર એક છોકરી પારંપરિક ભારતીય વસ્ત્રો સલવાર કમીઝ કુર્તા માં જોવા મળે છે. અહી ના લોકો જણાવે છે કે છોકરી સામે આવી ને ઉભી રહે છે. અને તેનું મોઢું અડધું દાઝી ગયેલું છે જે અહી આવતા લોકો ને અહી થી જતા રહેવા અને છોકરી સાથે અહી આવવું નહિ કહે છે તેનો અવાજ કરકશભર્યો છે.


GTU - ગુજરાત માં આવેલી જાણીતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી માં જગ્યા ગીચ તથા વિદ્યાર્થીઓ થી ભરેલી હોવા છતાં આ જગ્યા ભૂતિયા હોવા નું લોકો જણાવે છે. અહી યુનિવર્સિટી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓ જણાવે છે કે અહી આ જગ્યા મહિલા ના આત્મા થી પ્રેરિત છે. અહીંના લોકો જણાવે છે કે લિફ્ટ માં જ્યારે જતા હોય તેવા સમયે તેમની બાજુ માં જ કોઈ અન્ય વ્યક્તિ ની હાજરી નો અહેસાસ થાય છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ના અનુભવ કર્યો છે તે મુજબ તેઓ જણાવે છે કે અહીંના બારી - દરવાજા એની જાતે જ ખોલ બંધ થાય છે. અને ફર્નિચર જેવી વસ્તુઓ ફેંકવામાં આવે છે.


આકાશ ગંગા સોલા રોડ - સોલા રોડ પર આવેલા આ ફ્લેટ માં એક વ્યક્તિ જ્યારે રહેવા આવ્યો તો તેણે ઘર ની હાલત સારી ના હોવા થી ઘર સમારકામ કરાવ્યું હતું. ત્યારબાદ તે તેના પરિવાર સાથે અહી રહેવા આવતા તેને ઘર માં થી મહિલા નો રડવા નો અવાજ આવતો અને તેની ચીસો એટલી વેદના થી ભરેલી હતી કે આજુબાજુ ના પાડોશી ને પણ અવાજ સાંભળવામાં આવ્યો હતો. ત્યારબાદ તે વ્યક્તિ એ તેના પરિવાર સાથે આ ઘર ખાલી કરી ને જતો રહ્યો હતો. ત્યાર થી આ ઘર બંધ જ છે.


ચાંદખેડા નું વડ - ચાંદખેડા હાઇવે પર થી દરરોજ ઘણા વાહનો પસાર થાય છે ત્યાં નજીક માં એક ઝાડ આવેલું છે જે ભૂતિયા ઝાડ તરીકે ત્યાં ના લોકો ઓળખે છે. અહી ના લોકો નું માનવું છે કે આ ઝાડ પર આત્મા નો વાસ રહેલો છે અને રાત ના સમયે અહી થી આવતા જતા લોકો ને ભૂતિયા દૃશ્યો દેખાય છે. 


માંજલપુર - માંજલપુર વડોદરા માં આવેલું છે. ત્યાં માંજલપુર ના પોશ વિસ્તારમાં આવેલી બંધ બિલ્ડિંગ માં લોકો જણાવે છે કે જ્યાં સાંજ ના સમયે બિલ્ડિંગ ની લાઈટો ચાલુ - બંધ થાય છે. જ્યારે ઘણા લોકો જણાવે છે કે અહી ની લિફ્ટ તેની જાતે જ ઉપર નીચે થતી જોવા મળે છે.


Post a Comment

0 Comments