ગુજરાતી પુસ્તકો ફ્રી ડાઉનલોડ કરવા માટે ની શ્રેષ્ઠ સાઈટ



ગુજરાતી ભાષા ના પુસ્તકપ્રેમીઓ માટે ગુજરાતી સાહિત્ય, નવલકથા, ગઝલો, કાવ્યો, ધાર્મિક પુસ્તકો, વાર્તા સંગ્રહ વગેરે પુસ્તકો  અહીં થી વિનામૂલ્યે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.

ઓમ શિવોમ

આ વેબસાઇટ પર થી આધ્યાત્મિક પુસ્તકો ની ખુબ લાંબી યાદી છે. આ વેબસાઈટ પર માત્ર ઓનલાઇન પુસ્તક વાંચી શકાય છે. જેમાં ભગવદ્ ગીતા, ઉપનિષદો, વેદો, જીવનચરિત્ર, રામાયણ, પુરાણો,  ભાગવત રહસ્ય વગેરે નો સમાવેશ થાય છે.

અહીંયા કલીક કરો

અક્ષરનાદ 

અક્ષરનાદ વેબસાઇટ પર થી ઇ- પુસ્તકો ની:શુલ્ક ભાવે થી મેળવી શકાય છે.  અક્ષરનાદ પર 1500 થી વધુ પુસ્તકો છે. જેમાં જાણીતા અંગ્રેજી લેખકો ના સાહિત્યનો ગુજરાતી માં અનુવાદ સાથે મળી રહે છે.

અહીંયા કલીક કરો

પુસ્તકાલય

આ વેબસાઇટ પર થી ઓનલાઇન બુક્સ વાંચી શકાય છે. અને ડાઉનલોડ પણ કરી શકાય છે. આ વેબસાઇટ પર નવલકથા, કવિતા વગેરે ની યાદી સામેલ છે. પુસ્તકાલય ની વેબસાઇટ પર થી નવલકથા, નવલિકાઓ, બાળ સાહિત્ય, રસોઈ ને લગતા, સુંદરકાંડ, વિવેચન, બાળકાવ્યો, ગુજરાતી વર્તમાનપત્રો, સામયિકો વગેરે નો સમાવેશ થાય છે.

અહીંયા કલીક કરો

Read Gujarati.com

આ વેબસાઇટ ની શરુઆત જીજ્ઞેશ અધ્યારૂ દ્વારા શરૂ કરવામાં આવી હતી આ સાઈટ પર ટુંકી વાર્તા ઓ અને નવલિકા વાંચી તથા ડાઉનલોડ કરી શકાય છે. જેમાં ટૂંકીવાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્યલેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય વગેરે નો સમાવેશ થાય છે આ સાઈટ પર તમે તમારી જાતે પણ લખી ને મૂકી શકો છો.

અહીંયા કલીક કરો

વિકિસ્રોત

વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે. જેમાં વિવિધ સાહિત્ય પ્રકાશનો મળી રહે છે. જેનું સંચાલન વિકિપીડિયા દ્વારા કરવામાં આવે છે. વિકિસ્રોત પર 34000 થી વધુ પ્રમાણ માં પુસ્તકો રહેલા છે. જેમાં નરસિંહ મહેતા થી લઈને અત્યાર સુધી ના નવા લેખકો ના સાહિત્યનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ વેબસાઇટ પર શ્રાવ્ય પુસ્તકો (ઓડિયો) નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અહીંયા કલીક કરો

પ્રતિલિપિ

પ્રતિલિપિ ઓનલાઇન પ્લેટફોર્મ છે કે જેમાં વાર્તાઓ વાંચી શકાય છે તથા જો કોઈ વાર્તા લખવી હોય તો પોતાની લખેલી વાર્તા પણ ઉમેરી શકાય છે. પ્રતિલિપિ અલગ અલગ 12 ભાષા ઓ નો સમાવેશ કરે છે. આ સાઈટ પર તમે અન્ય લોકો સાથે જોડાઈ શકો છો અને તમે તમારી પોતાની લખેલી વાર્તા પણ ઉમેરી શકો છો. પ્રતિલિપિ ની એપ્લિકેશન પ્લે સ્ટોર પર થી ઓનલાઇન મેળવી શકાય છે.

અહીંયા કલીક કરો

લયસ્તરો.કોમ

લયસ્તરો પર વિવધ કવિઓ ની કવિતા ઓ નો ખજાનો છે જેમાં ગઝલો અને કાવ્યો ની યાદી લાંબી છે. લયસ્તરો વેબસાઇટ એ જે લોકો કવિતા, ગઝલ અને ગીતો ના શોખીન છે તેમના માટે આ વેબસાઇટ ખુબ સરસ છે જેમાં દરેક પ્રકાર ના કાવ્યો, ગઝલો અને બાળગીતો,લગ્નગીતો નો સમાવેશ કરવામાં આવ્યો છે.

અહીંયા કલીક કરો

ગુજરાત રાજ્ય બીજ નિગમ

ખેતીવાડી ને લગતા તથા વિવિધ બિયારણો ની માહિતી આ વેબસાઇટ પર જોઈ શકાય છે. તથા ડાઉનલોડ કરી શકાય છે. ખેતીવાડી માં ઉપયોગી બીજ, પાક, પાકની જાતો, બિયારણો વગેરે ની માહિતી આપવામાં આવે છે. આ વેબસાઇટ ગુજરાત રાજ્ય સરકાર ના હસ્તાંતરીત છે.

અહીંયા કલીક કરો

માવજીભાઈ.કોમ

આ વેબસાઇટ પર  ઓડિયો તથા વિડિયો ફાઈલ પણ મૂકવામાં આવી છે. અહીંથી વિના મૂલ્યે પુસ્તકો PDF સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકાય છે. માવજીભાઈ.કોમ પર થી ગીત ગુંજન, કાવ્ય રતનમાલા, બાળબોધ, બાળવાર્તા, બાળગીતો, ગુજરાતી ફિલ્મો ના ગીતો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નાટકો વિશેની માહિતી આપવામાં આવે છે તથા ગુજરાતી માં ટાઈપિંગ કરતા પણ શીખવાડવામાં આવે છે.

અહીંયા કલીક કરો

Post a Comment

0 Comments