શ્રી સવા નું મહત્વ

દિવાળી પર્વ માં ચોપડા પૂજન નું મહત્વ અનોખું છે. પૂજન વખતે વેપારીઓ ચોપડા ના પ્રથમ પાને શ્રી સવા અવશ્ય લખે છે.
શ્રી સવા લખવા પાછળ નો અર્થ એવો થાય છે કે જેમાં શ્રી એટલે લક્ષ્મીજી અને સવા એટલે ગણેશજી એવો થાય છે. 
ગણેશજી પૂજનીય દેવ હોવા થી કોઈ પણ શુભકાર્ય કે પૂજન સમયે તેમનો પ્રથમ ઉલ્લેખ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં આવક અને ઐશ્વર્ય સવા ગણી થાય તેવી ભાવના પણ લખાણ પાછળ રહેલી છે.


દિવાળી ના પર્વ દરમ્યાન થતું ચોપડાપૂજન એક અર્થ માં વ્યવસાયિક વૃદ્ધિ માટે છે. સામાન્ય રીતે અમાસ ભારે દિવસ માનવામાં આવતો હોવા થી અમાસ ના દિવસે શુભ કાર્ય કરતા નથી. પરંતુ દિવાળી અમાસ ના દિવસે હોવા છતાં આપણે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરી વેપાર વૃદ્ધિ માટે ની પ્રાથના કરીએ છીએ. ચોપડા પૂજન માં શાહી,ચોપડા અને કલમ (ત્રિવિધ શક્તિ નું પ્રતિનધિત્વ) અને લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. આમ શારીરિક,આર્થિક અને બૌદ્ધિક શક્તિ ની વૃદ્ધિ કરવા ત્રિવિધ શક્તિ ની પ્રાપ્તિ કરવાનો ઉદેશ ચોપડા પૂજન પાછળ રહેલો છે.


પ્રાચીનકાળમાં લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુનું પૂજન થતું હતું . જ્યારે હાલ માં લક્ષ્મીજી સાથે ગણેશજી નું પૂજન કરાય છે. ચોપડા પૂજન ની શરૂઆત માં શ્રી ૧| લખાય છે. તેની પાછળ નો એક અર્થ એવો પણ થાય છે કે શ્રી એટલે લક્ષ્મીજી અને સવા એટલે ગણેશજી ની સૂંઢ રૂપી સફળતા નું પ્રતિક. ગણેશજી નું પૂજન કરવાથી સઘળા વિઘ્નો દૂર થાય અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય. જો કે ઘણા વિદ્વાનો નું એવું માનવું છે કે દિવાળી ના દિવસે લક્ષ્મીજી ની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ.

Post a Comment

0 Comments