ગુજરાતી ફિલ્મ માં કામ કરી ચૂકેલા બોલીવુડ ના કલાકારો

બોલિવૂડ ના ઘણા કલાકારો કે જે હાલ ઘણી ભાષા માં ફિલ્મો કરતા જોવા મળે છે. જેમાં થી આજે આપણે એવા કલાકારો ની વાત કરીશુ કે જેમને ગુજરાતી ફિલ્મો માં પણ કામ કર્યું છે.

પરેશ રાવલ -

બોલિવૂડ ના જાણીતા કલાકાર અને મૂળ ગુજરાતી એવા પરેશ રાવલે પોતાની ફિલ્મી  કરિયર ની શરૂઆત ગુજરાતી ફિલ્મ થકી કરી હતી. જે ફિલ્મ નું નામ હતું નસીબ ની બલિહારી જે ૧૯૮૨ માં રિલીઝ થઇ હતી. જેમાં પરેશ રાવલે ડાકુ ની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય પરેશ રાવલે તમિલ તેલુગુ ભાષા ની ફિલ્મ માં પણ અભિનય કરેલો છે.

સંજીવ કુમાર -

સંજીવ કુમારે ઘણી ગુજરાતી ફિલ્મ્સ માં કામ કર્યું છે. જેમ કે ૧૯૬૪ માં આવેલી રમત રમાડે રામ, ૧૯૬૬ માં આવેલી કલાપી અને ૧૯૭૦ માં આવેલી જીગર અને અમી જેવી ફિલ્મો માં યાદગાર ભૂમિકા ભજવી છે. સંજીવ કુમાર મૂળ સુરત ના હતા. સંજીવ કુમાર નું પુરૂ નામ હરિહર જેઠાલાલ જરીવાલા હતું. જેમને હરિલાલ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

નસીરુદીન  શાહ -

નસીરુદીન શાહે ૧૯૮૦ માં આવેલી ભવ ની ભવાઈ ફિલ્મ માં રાજા ચક્રસેન ની ભૂમિકા ભજવી હતી. નસીબ ની બલિહારી ફિલ્મ માં મહેમાન કલાકાર ની ભૂમિકા માં જોવા મળ્યા હતા તે સિવાય 2018 માં આવેલી ગુજરાતી ફિલ્મ ઢ માં જાદુગર સૂર્ય સમ્રાટ ની ભૂમિકા ભજવી હતી.

જેકી શ્રોફ -

જેકી શ્રોફે ૨૦૧૮ માં આવેલી ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટર માં જગ્ગુ ના પાત્ર ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૨૦૧૬ માં આવેલી મરાઠી ફિલ્મ વેન્ટિલેટર ની રિમેક હતી. જેકી શ્રોફ ના પિતા ગુજરાતી હતા.

આશા પારેખ - 

વીતેલા જમાના ની જાણીતી અભિનેત્રી આશા પારેખે ૧૯૬૩ માં આવેલી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી માં અભિનય કર્યો હતો જે ફિલ્મ સુપરહિટ રહી હતી. તે સિવાય આશા પારેખે ગુજરાતી સીરીયલ જ્યોતિ માં પણ કામ કર્યું હતું.

આ સિવાય અન્ય ઘણા કલાકારો છે કે જેમને ગુજરાતી ફિલ્મો માં કામ કર્યું છે જેમાં ડેઇઝી શાહ એ ગુજરાત ૧૧ માં, સુપ્રિયા પાઠકે કેરી ઓન કેસર માં, મનોજ જોશી એ પપ્પા તમને નઈ સમજાય માં, અસરાની એ અમદાવાદ નો રીક્ષા વાળો મા, સ્મિતા પાટીલે મંથન ફિલ્મ માં અભિનય કર્યા છે.

Post a Comment

0 Comments