કપિલ શર્મા શો ના કલાકારોની ફી કેટલી છે?

કપિલ શર્મા શો એ ટચૂકડા પડદાનો ખુબ જ જાણીતો શો છે. શો માત્ર ભારત માં જ નહિ પણ ભારત ની બહાર પણ લોકો ને હસાવા માં સફળ રહ્યો છે. માત્ર કપિલ શર્મા જ નહિ પરંતુ શો ના અન્ય કલાકારો જેમ કે કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર, ભારતી સિંઘ વગેરે પણ આ શો સાથે જોડાયેલા છે.

આ કપિલ શર્મા ની બીજી સીઝન છે. પ્રથમ સીઝન કલર્સ ચેનલ પર આવતી હતી જે ખૂબ સફળ રહી હતી ત્યારબાદ તે સોની ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. સોની ટીવી માં સફળતા મેળવ્યા બાદ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ના વચ્ચે થયેલા જઘડા ના કારણે તથા શો માં કપિલ શર્મા સમયસર હાજર ના રહેતા શો બંધ કરવામાં આવ્યો હતો. તે સમયે લોકો ને લાગતું હતું કે હવે કપિલ શર્મા નું કરિયર સમાપ્ત થઇ ગયું. પરંતુ થોડા સમય બાદ સલમાન ખાન ના પ્રોડક્શન સાથે ફરી થી શો ની શરૂઆત થઈ અને આજે તે સફળ શો છે.

કપિલ શર્મા -

શો ના હોસ્ટ તરીકે કપિલ શર્મા પહેલા વિકેન્ડ ના જે 60-70 લાખ ફી મેળવતા હતા તેના થી હવે વધુ ફી મેળવે છે. તે શો માં અલગ અલગ કિરદાર માં જોવા મળે છે. શમશેર સિંઘ, રાજેશ અરોરા વગેરે ના પાત્રો ભજવે છે.

કપિલ શર્મા હાલ વીકેન્ડ ના 1 કરોડ ₹ ફી લે છે.

કૃષ્ણા અભિષેક -

શો માં સપના બ્યુટી પાર્લર ચલાવે છે અને તેના નવા નવા મસાજ લઈને આવતો હોય છે. 

કૃષ્ણા અભિષેક હાલ વીકેન્ડ ના 10-12 લાખ ₹ ફી લે છે.

ભારતી સિંઘ -

શો માં ભારતી સિંઘ અલગ અલગ કિરદાર ભજવે છે. જેમાં તિતલી યાદવ, કપિલ ની બુઆ વગેરે બની ને આવે છે.

ભારતી સિંઘ હાલ વીકેન્ડ ના 10-12 લાખ ₹ ફી લે છે.

કિકુ શારદા -

શો માં કિકુ શારદા બચ્ચા યાદવ, અચ્છા યાદવ, બમ્પર લોટરી જેવા પાત્રો ભજવે છે.

કિકુ શારદા હાલ એપિસોડ દીઠ 5-7 લાખ ₹ ફી લે છે.

સુમોના ચક્રવર્તી -

શો માં સુમોના ભૂરી નું પાત્ર ભજવે છે. અને તે ભારતી સિંઘ ની બેન બતાવવા માં આવી છે.

સુમોના ચક્રવર્તી હાલ એપિસોડ દીઠ 6-7 લાખ ₹ ફી લે છે.

ચંદન પ્રભાકર -

શો માં ચંદન ચંદુ ચાય વાલા, કિર્થી લાલ, ચંદુ ની માં ના પાત્રો ભજવે છે.

ચંદન પ્રભાકર હાલ એપિસોડ દીઠ 7 લાખ ₹ ફી લે છે.

અર્ચના પૂરણ સિંઘ -

શો માં નવજોત સિદ્ધુ ની જગ્યા લીધા બાદ તે હાલ પોતાનું સ્થાન કાયમી ગેસ્ટ તરીકે જમાવી ચૂકી છે.

અર્ચના હાલ એપિસોડ દીઠ 10 લાખ ₹ ફી લે છે.



Post a Comment

0 Comments