ગુજરાતી ભાષા માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો

ગુજરાતી ભાષા માં બનેલી ફિલ્મો કે જેણે ગુજરાત માં અને ગુજરાત ની બહાર પણ પોતાનો ડંકો વગાડ્યો છે જેમાં થી નીચે મુજબ ની ફિલ્મો છે કે જે કરોડો રૂપિયા ની કમાણી કરવા માં તથા લોકો ની વાહવાહી મેળવવામા સફળ રહી છે.

ચાલ જીવી લઈએ -

2019 માં આવેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ માં સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલે અભિનય કર્યો હતો. જેના દિગ્દર્શક વિપુલ મહેતા અને પ્રોડક્શન હાઉસ Cocount Motion PIctures એ કયું હતું.

આ ફિલ્મે 52.14 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

દેશ રે જોયા દાદા પરદેશ જોયા -

1998 માં આવેલી આ ફિલ્મ ચાલ જીવી લઈએ ના પેહલા સૌથી વધુ કમાણી કરનારી મૂવી હતી. આ ફિલ્મ માં અરવિંદ ત્રિવેદી, રોમાં માણેક, હિતેન કુમાર અને પિન્કી પારેખે અભિનય કર્યો છે. જેના દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલ અને પ્રોડક્શન હાઉસ G.N.Films એ કર્યું હતું.

આ ફિલ્મે 22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

શું થયું? -

 
 
2018 માં આવેલી આ ફિલ્મ શું થયું? માં છેલ્લો દિવસ ની ટીમ ને એકવાર ફરી થી લઈને બનાવવા માં આવી હતી. આ ફિલ્મ માં મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રજપ્રિયા વગેરે એ અભિનય કર્યો હતો. જેના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને પ્રોડક્શન હાઉસ Belvedere Films એ કર્યું હતું.

આ ફિલ્મે 21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

છેલ્લો દિવસ -

 
 
2015 માં આવેલી આ ફિલ્મ છેલ્લો દિવસ કે જેણે ગુજરાતી ભાષા ની ફિલ્મો ને અલગ ઊંચાઈ એ લઈ જવામાં સફળ રહી હતી. આ ફિલ્મ માં મલ્હાર ઠક્કર યશ સોની મિત્ર ગઢવી કિંજલ રાજપ્રિયા વગેરે એ અભિનય કર્યો હતો. જેના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને પ્રોડક્શન હાઉસ Belvedere Films એ કર્યું હતું.

આ ફિલ્મે 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

શરતો લાગુ -

2018 માં આવેલી આ ફિલ્મ શરતો લાગુ માં લગ્નજીવન માં સર્જાતી સમસ્યાઓ પર આધારિત આ ફિલ્મ માં મલ્હાર ઠક્કર અને દીક્ષા જોષી એ અભિનય કર્યો હતો. જેના દિગ્દર્શક નીરજ જોષી અને પ્રોડક્શન હાઉસ Superhit Entertainment એ કર્યું હતું.

આ ફિલ્મે 17.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હેલ્લારો -

 2019 માં આવેલી આ ફિલ્મ હેલ્લારો કે જે પીરીયડ ડ્રામા ફિલ્મ હતી જેણે વિદેશ માં પણ પોતાનો ડંકો વગાડ્યો હતો અને નેશનલ ફિલ્મ એવોર્ડ જીતવા માં સફળ રહી હતી. આ ફિલ્મમાં શ્રધ્ધા ડાંગર, જયેશ મોરે, આર્જવ ત્રિવેદી વગેરેએ અભિનય કર્યો હતો. જેના દિગ્દર્શક અભિષેક શાહ અને પ્રોડક્શન હાઉસ Harfanmaula Films એ કર્યું હતું.

આ ફિલ્મે 16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.





Post a Comment

0 Comments