નાસ્ત્રોદામસ અને બાબા વેગા દ્વારા કરવામાં આવેલી 2021 ની ભવિષ્યવાણી


મનુષ્ય પોતાના ભવિષ્ય ને લઈને હંમેશા ચિંતિત રહે છે. તે હમેંશા પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે આતુર હોય છે કે પોતાના ભવિષ્યમાં જે કોઈ ઘટના ઘટવા ની છે તેના વિશે જાણવા માંગે છે અને સુખ હોય કે દુઃખ તે મુજબ ભવિષ્ય માં આવનારી પરિસ્થિતિ નો ખ્યાલ હોય તો તેનો સામનો કરી શકે. 

આજે આપણે એવા જ ભવિષ્ય વેતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમને આવનારા સમય માં દેશ માં કઈ ઘટના ઘટવાની છે તેના વિશે ની આગાહી વર્ષો પહેલાં થી કરી દીધેલી છે. જેમના નામ છે માઇકલ દી નાસ્ત્રોદામસ અને બાબા વેંગા.


નાસ્ત્રોદામસ ની વાત કરીએ તો તેમનો જન્મ ફ્રાન્સ માં થયો હતો. જેમનું પુરૂ નામ માઇકલ દી નાસ્ત્રોદામસ છે. જેમના દ્વારા આજ થી લગભગ 465 વર્ષ પહેલાં કરવામાં આવેલી ભવિષ્યવાણી લોકો ને હેરાન કરી મૂકે છે.  નાસ્ત્રોદામસ દ્વારા 1555 માં એક પુસ્તક લખી હતી. જેનું નામ લેસ પ્રોફિટ્સ હતું જેમાં ભવિષ્ય માં કઈ ઘટના ઘટવા ની છે તેના અંગે ની લગભગ 6300 થી વધુ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેમાં થી લગભગ 70% જેટલી સાબિત થઈ છે.

2020 માટે બનેલી કોરોના મહામારી નો પણ આ પુસ્તક માં ઉલ્લેખ કરવામ આવે છે. તે સિવાય જે કુદરતી ઘટના ઓ ઘટી તેના વિશે ની માહિતી પણ નાસ્ત્રોદામસ ના આ પુસ્તક માં જોવા મળે છે.

2021 માં કઈ કઈ ઘટના ઘટવાની છે તેના અંગે કરવા માં આવેલી ભવિષ્યવાણી જાણકારી મેળવીશું

• નાસ્ત્રોદામસ ની ભવિષ્યવાણી મુજબ રશિયન વૈજ્ઞાનિક દ્વારા એક એવું જૈવિક હથિયાર અને વાયરસ બનાવવા માં આવશે કે જેનાથી લોકો ઝોમ્બી બનશે અને મનુષ્ય પ્રજાતિ ના વિનાશ ની શરૂઆત થશે.

• અન્ય ભવિષ્યવાણી મુજબ અકાળ અને ભૂકંપ થવાની શક્યતા છે તથા અલગ અલગ બીમારી અને મહામારી નો સામનો કરવો પડશે જે દુનિયા ના અંત સમાન હશે. કોરોના વાયરસ આ મહામારી ની શરૂઆત મની શકાય છે. અને અકાળ એવો થશે કે જેનો દુનિયા એ કોઈ દિવસ સામનો નઈ કર્યો હોય જેના થી ઘણી વસ્તી ની તબાહી થશે.

• અન્ય ભવિષ્યવાણી મુજબ પૃથ્વી ની સાથે ધૂમકેતુ નું અથડામણ થવાની વાત કરેલી છે. જે ભૂકંપ અને અન્ય કુદરતી આફતો ને આમંત્રિત કરશે. આ અથડામણ થી આકાશ માં આગની જવાળાઓ જોવા મળશે.

NASA ના વૈજ્ઞાનિકો ના જણાવ્યા મુજબ એક ધૂમકેતુ નું પૃથ્વી ની સાથે અથડામણ ની શક્યતા રહેલી છે અને આ વખતે આ બાબત ને ગંભીરતા થી લેવાની જરૂર છે. કારણ કે 2009KF1 નામનું એક એસ્ટરોઇડ 6 MAY 2021 એ પૃથ્વી એ અથડાવાની શક્યતા રહેલી છે. જેની તાકાત હિરોશિમા માં અમેરિકા એ કરેલા પરમાણુ હુમલા થી 15 ગણી વધુ છે.

• માનવ જાતિ ને બચાવવા માટે અમેરિકી સૈનિકો ના મગજ માં ચિપ મૂકવામાં આવશે જે બાયોલોજીકલ ઇન્ટેલિજન્સ ને વધારશે. મતલબ કે આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ ને આપણી બુદ્ધિ અને શરીર માં સામેલ કરવામાં આવશે.

• કેલિફોર્નિયા માં ભૂકંપ આવશે જે ખૂબ જ વિનાશકારી હશે.




આ સિવાય અન્ય ભવિષ્યવેતા કે જેમનું નામ બાબા વેંગા છે કે જેમનો જન્મ 1911 માં બલ્ગેરિયા માં થયો હતો જેમને માત્ર 12 વર્ષ ની ઉંમરે કુદરતી રીતે પોતાની આંખો ગુમાવી પડી હતી. આંખો ગુમાવી પરંતુ સામે એવી શક્તિ મળી કે જેના થી તેમને ભવિષ્ય માં કઈ ઘટના ઘટવાની છે તેની જાણકારી પ્રાપ્ત થવા માંડી હતી. તેમણે 1996 માં પોતાનું નિધન થશે તે અંગે ની પણ આગાહી કરી દીધી હતી. તેમને રશિયા અને યુરોપ માં સંત ની ઉપાધિ પણ આપવામાં આવી હતી. 

તેમના મૃત્યુ પહેલા તેઓએ 100 જેટલી ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી હતી. જેમાં થી અમુક નીચે મુજબ છે.

~ બરાક ઓબામા નું રાષ્ટ્રપતિ બનવું

~ 26/11 નો હુમલો

~ 2004 ની સુનામી

~ 2016 માં યુરોપ પર મુસ્લિમ આતંકવાદી દ્વારા હુમલો

~ 2020 માટે કરેલી ભવિષ્યવાણી

કોરોના જેવી મહામારી માં દેશ સાંપડશે અને જેના થી મનુષ્ય નો સંપર્ક તૂટશે અને માણસ માત્ર પોતાના વિશે જ વિચારતો થશે એટલે કે મનુષ્ય પોતાના વિશે સ્વાર્થી બનશે.

દુનિયા માં ધર્મ ના આધારે ભાગલા પડશે જે NRC અને નાગરિકતા કાનૂન નો નિર્ણય લેવામાં આવતા મુસ્લિમ સમાજ ના લોકો માં નારજગી જોવા મળી.

પેટ્રોલ, ડીઝલ નું વપરાશ ઓછું થશે અને સૌર ઉર્જા નો ઉપયોગ વધુ થશે. જેના થી પ્રદૂષણ નું પ્રમાણ ઘટશે. જે લોકડાઉન ના કારણે લોકો ઘરે રેહવા થી પેટ્રોલ ડીઝલ નો ઉપયોગ ઓછો થયો અને પ્રદૂષણ નું પ્રમાણ ઘટતું જોવા મળ્યું.

2021 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી મુજબ

• એક મજબૂત ડ્રેગન દુનિયા પર કબજો કરી લેશે. 2021 માં ત્રણ રાક્ષશો એક થશે અને પૂરી દુનિયા પર કબજો કરશે. અહી ડ્રેગન એટલે કે ચીન ની વાત કરવા માં આવી રહી છે મતલબ કે દુનિયા માં ચીન પોતાનો પ્રભાવ વધારશે અને શક્તિશાળી દેશ સાબિત થશે.

• 2021 માં કેન્સર ની સારવાર દુનિયા ને મળશે અને કેન્સર રોગ પર સફળતા મેળવી શકાશે. 

• 2021 માં અમેરિકા ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બહાર થઇ જશે.

• રશિયા ના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પર જીવલેણ હુમલો થવાની શક્યતા છે

• યુરોપ પર મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન દ્વારા કેમિકલ હુમલો થશે જે પૂરા યુરોપ ને હચમચાવી નાખશે.

• બાબા વેગા ની ઘણી આગાહી સાચી પડી છે જ્યારે ઘણી એવી આગાહીઓ ખોટી પણ પડી છે.

બાબા વેગા એ 5079 સુધી ની આગાહી કરેલી છે. ત્યારબાદ દુનિયા નો વિનાશ થઈ જશે તેવી બાબા વેગા દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે.


Post a Comment

0 Comments