ગુજરાત માં આવેલા 10 ઐતિહાસિક સ્થળો




ગુજરાત તેના ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભર માં પ્રખ્યાત છે. આ ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા નો અનુભવ કરવો એ જીવન નો લહાવો છે. ગુજરાત માં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્થાપત્ય નો સંગમ જોવા મળે છે. વિશ્વભર માં પ્રભાવ પડી શકે તેવા સ્થાપત્યો નું નિર્માણ થયેલું છે જે દેશ વિદેશ ના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. ગુજરાત ઐતિહાસિક સ્થળો ની સુંદરતા અને ભવ્યતા ને જાણવી ને બેઠું છે. તો આજે ગુજરાત માં આવેલા ઐતિહાસિક સ્થળો પર નજર કરીએ......



  

1. લોથલ - અમદાવાદ જિલ્લા ના ભાલ વિસ્તારમાં આવેલા સરગવાળા શહેર માં લોથલ ગામ આવેલું છે. જેની શોધ એસ. આર. રાવ નામ ના પુરાતત્વવિદ દ્વારા નવેમ્બર 1954 માં કરવામાં આવી હતી. અહી જહાજી આવન - જાવન થતું હતું અને ઘરેણાં, વસ્ત્રો, ધાતુ વગેરે ની નિકાસ થતી હતી. અહી રહેતા લોકો નો ધંધો ઇજિપ્ત સુધી ફેલાયેલો હતો તેવા પુરાવા મળ્યા છે. જ્યાં ખોદકામ દરમ્યાન હાથીના દાંત, કિંમતી પથ્થરો, પારા થી બનેલા ઘરેણાં, માટીના વાસણો, બંગડીઓ વગેરે મળ્યા હતા.

અહીંના ઘરો માં સ્નાનાગાર અને નળિયા થી બનેલા છે જો કે થોડા સમય બાદ નદીનો રસ્તો બદલાવાના કારણે અને સમુદ્ર માં આવેલી તબાહી ના કારણે શહેર મડદા માં પરિવર્તિત થઈ ગયું હતું.

લોથલ નો અર્થ મોત નો ઢગલો થાય છે.



2. કીર્તિ મંદિર - પોરબંદર ખાતે આવેલું કીર્તિ મંદિર કે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નું જન્મસ્થાન છે. જેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલું છે. તે જેટલું રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે તેટલું જ તે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પરમસખા એવા સુદામા નું જન્મસ્થાન તરીકે આ શહેર નું ધાર્મિક મહત્વ પણ છે. આ જગ્યાએ ગાંધીજી ની ઈચ્છા મુજબ અહીં મહિલા પુસ્તકાલય, સર્વોદય પ્રવુતિઓ ઉપરાંત રચનાત્મક પ્રવુતિઓ ફેલવવામાં આવેલી છે. કીર્તિ મંદિર ના દરેક સ્તંભો પર ભગવદ્દગીતા ના શ્લોકો, ગાંધીજી ની વાતો અને ગાંધીજી ના મહત્વનાં પ્રસંગો કોતરવામાં આવ્યા છે.




3. ધોળાવીરા - ભારત ની ઐતિહાસિક અજાયબી માં જેનો સમાવેશ કરી શકાય તેવી અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાત નું પ્રાચીન અને સમુદ્ર નગર એટલે ધોળાવીરા. જે ગુજરાત ના કચ્છ જિલ્લામાં આવેલું છે. સભ્યતા નું શહેર કે જેનું સ્થાપત્ય અને રચના અદભુત છે જે લગભગ 4500 વર્ષ થી વધુ જૂનું છે જ્યાં ઉચ્ચાધિકારીઓ અને શાસકો ના ઘર આવેલા છે. પથ્થર ના શિલ્પો, મૂર્તિઓ વગેરે જોવા મળે છે તે સિવાય પ્રાચીન જળાશયો આવેલા છે જે સારી સ્થિતિ માં છે.


 


4. ચાંપાનેર પાવાગઢ - વડોદરા માં આવેલું ચાંપાનેર પાવાગઢ અર્કિયોલોજીકલ પાર્ક ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સામેલ કરવામાં આવેલું છે. પાવાગઢ ની ટેકરીઓ વચ્ચે શાનદાર પુરાતત્વીય ઉદ્યાન આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓ ને આકર્ષિત કરવા માટે ચાંપાનેર પાવાગઢ ને મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત કરવા નો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તે સિવાય તેની આજુબાજુ માં આવેલા પ્રવાસ ના અન્ય આકર્ષણ માં આજવા નિમેટા બાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય, ડભોઇ ને પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સ્થળ નું ઐતિહાસિક મહત્વ અંદાજે 1200 વર્ષનો ઈતિહાસ અને સંસ્કૃતિ બેજોડ છે. જેની ડિઝાઇન ઇસ્લામિક અને હિન્દુ બન્ને રીતે કરાયેલી છે.



5. લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા માં આવેલું લક્ષ્મી વિલાસ પેલેસ લગભગ 500 એકર માં ફેલાયેલું છે. વડોદરા ના રાજવી ગાયકવાડ પરિવાર અહીં વસવાટ કરે છે. લક્ષ્મી વિલાસ પેલેસ એ બકિંગહામ પેલેસ થી 4 ગણું મોટું છે. જેનું નિર્માણ 1889 માં કરવામાં આવ્યું હતું. આ સ્થળ હિન્દુ, ગોથિક, અને મોગલ શૈલી નું મિશ્રણ છે. પેલેસ માં આવેલું સંગ્રહાલય એ તેની વિશેષતા છે તે સિવાય દેશ - વિદેશ માં થી લાવેલી ચીજવસ્તુઓ અને ચિત્રો આકર્ષણ નું કેન્દ્ર છે. ગોલ્ફ રમવા માટે વિશાળ જગ્યા છે. જ્યાં રમતનો આનંદ લઈ શકાય છે.



6. દ્વારકાધીશ મંદિર - ભગવાન શ્રીકૃષ્ણ ને સમર્પિત એવું દ્વારકા માં આવેલું દ્વારકાધીશ મંદિર હિન્દુઓના પ્રખ્યાત તીર્થસ્થાનો માં નું એક છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 2200 વર્ષ થી પણ વધુ જૂનું છે. જે ગોમતી નદી ના કાંઠે આવેલું છે જેને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકા માં જન્માષ્ટમી ના તહેવાર દરમ્યાન કૃષ્ણ ભગવાન ના જન્મ નિમિત્તે દેશ વિદેશ થી યાત્રિકો અહીં આવે છે. દ્વારકાધીશ ના મંદીર માં આવેલી મૂર્તિઓ આભૂષણો થી શણગારેલી છે. જેને નિહાળવું એક અદભુત કરવા સમાન છે.



7. વિજય વિલાસ પેલેસ - કચ્છ જિલ્લા ના માંડવી માં આવેલો વિજય વિલાસ પેલેસ 450 એકર માં પથરાયેલો છે. જેને ઈન્ડો - યુરોપિયન શૈલી થી બનાવવા માં આવેલું છે. વિજય વિલાસ પેલેસ નું નિર્માણ 1929 માં વિજયરાજ જી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પેલેસ માં ખાનગી બીચ પણ આવેલો છે. આ પેલેસ ની બનાવટ વિક્ટોરિયન - મોગલ - રાજપૂત નામની ત્રણ શૈલી નું સંયોજન કરી ને તૈયાર કરવામાં આવ્યું છે. જેનો એક ભાગ હેરિટેજ રિસોર્ટ માં ફેલાયેલો છે. જે આધુનિક અને વૈભવી છે.


કીર્તિ તોરણ

હાટકેશ્વર મહાદેવ મંદિર

8. તોરણ વડનગર - મહેસાણા માં આવેલું વડનગર માં પ્રવેશ કરતા જ 40 ફૂટ ઊંચું તોરણ વડનગર શહેર નું પ્રવેશદ્વાર ની ઇમારત છે. જેનું સ્થાપત્ય અંદાજે 12 મી સદીમાં થયું હતું.  વડનગર ના શર્મિષ્ઠા તળાવ ના કિનારે શહેર ની ઉતરે આવેલું છે. જે સોલંકી યુગ દરમિયાન ગુજરાત ના પ્રવેશદ્વાર તરીકે પ્રચલિત હતું. 17 મી સદી નું ધાર્મિક સ્થાનક હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે.



9. સાબરમતી આશ્રમ - સાબરમતી નદી ના કાંઠે આવેલું આ આશ્રમ અમદાવાદ માં આવેલું છે. બ્રિટિશ સામ્રાજ્ય ના લીધે અહીં ઘણી ઐતિહાસિક ઘટના ઓ જોવા મળી છે. અગાઉ આ આશ્રમ નું નામ સત્યાગ્રહ આશ્રમ હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહી થી ભારતીય સ્વતંત્રતા ચળવળ નું નેતૃત્વ કર્યું હતું. સાબરમતી આશ્રમ માં સંગ્રહાલય આવેલું છે. જેમાં મહાત્મા ગાંધીજી દ્વાર હસ્તલિખિત પત્રો છે. મહાત્મા ગાંધીજી અહી 12 વર્ષ સુધી રોકાણ કર્યું હતું. સાબરમતી નદીના કિનારે ફેલાયેલા આ આશ્રમ નો નજારો નિહાળવા માટે દેશ - વિદેશ ના પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવે છે.



10. સોમનાથ મંદિર - સૌરાષ્ટ્ર નું પ્રખ્યાત હેરિટેજ સ્થળ અને ભારત માં આવેલા 12 જ્યોતિર્લિંગ માં નું પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં આવેલું છે એવું સોમનાથ મહાદેવ નું મંદિર. જેને ચાલુક્ય સ્થાપત્ય શૈલી ની બનાવટ માં તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું અનેક વાર નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ મંદિર પર આક્રમણકારો દ્વાર ઘણીવાર હુમલો કરવામાં આવ્યો છે અને મંદિર ને નુકશાન પોહચડવામાં આવ્યું છે જેનો ખજાનો લૂંટવામાં આવ્યો છે અને મંદિર નો નાશ કરવામાં આવ્યું છે. છતાં પણ આ મંદિર અડીખમ ઉભું છે. 

Post a Comment

0 Comments