જે લોકો અમદાવાદ માં રહેતા હશે એમને ખબર હશે કે આ શહેર માં રહેવાની મજા કંઇક અલગ છે. પણ અમદાવાદ હમેશા ધમધમતું રહે છે એટલે જો તમે રોજબરોજ ના કામધંધા થી થાકી ગયા હો તો પોતાનો થાક દૂર કરવા અને રિલેક્ષ થવા માટે વિકેન્ડ માં એક - બે દિવસ ફરવા ઇચ્છતા હો, તો આ રહ્યા તમારા માટે કેટલાક સ્થળો.
• પોલો ફોરેસ્ટ: અમદાવાદ થી બસ 150 કિલોમીટર દુર આ નાનકડું જંગલ ખરેખર માણવા લાયક છે. જો તમે અમદાવાદ ના પોલ્યુશન અને ઘોંઘાટ થી થાકી ગયા હો તો અહિયાં આરામ કરવા આવી શકો છો. તમે ટ્રેકિંગ પર જઈ શકો છો કે પછી સાયકલીંગ પણ કરી શકો છો. જો તમને ફોટોગ્રાફી માં રસ હોય તો આ જગ્યા તમને જરૂર ગમશે. પણ જો આરામ જ કરવા ગયા છો તો તમે અહિયાં રીલેક્સ પણ કરી શકો છો.
• ઝાંઝરી નો ધોધ : અમદાવાદ થી બસ 75 કિલોમીટર દુર આ ધોધ આવેલો છે. આ ધોધ ૨૫ ફૂટ ઉંચો છે. અહિયાં આવવા માટે તમારે પોતાનું વાહન લાવવું પડશે. વાહનો ના પાર્કિંગ થી આ ધોધ ૩ કિલોમીટર દુર છે. તમે અહિયાં ટ્રેકિંગ કરી શકો કે પછી ઊંટ ની સવારી પણ કરી શકો. અહિયાં ક્યાય રેહવા કે ખાવા માટે હોટલ નથી એટલે પોતાની સાથે ખાવા પીવા ની વસ્તુઓ લઈ ને જવી.
• સ્ટેચ્યુ ઓફ યુનિટી : અમદાવાદ થી લગભગ 200 કિલોમીટર દુર આ સ્ટેચ્યુ આવેલો છે. દુનિયા ની સૌથી ઊંચી પ્રતિમા છે. જેમાં રિવર ક્રફ્ટિંગ, ફ્લાવર વેલી, નર્મદા ડેમ પણ જોવા જેવા છે. બે દિવસ નો પ્રવાસ મિત્રો કે પરિવાર સાથે માળી શકાય એમ છે.
• નીલકંઠ ધામ પોઇચા : અમદાવાદ થી લગભગ 170 કિલોમીટર ના અંતરે આવેલું નીલકંઠ ધામ મંદિર ની રચના અદભુુત છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવા માં આવેલુંંછે. જેમાં રાત નો નજારો માળવાલયક છે લાઈટિંગ થી મંદિર રાતે ઝગમગી ઉઠે છે.
• ત્રિનેત્ર મંદીર : અમદાવાદ થી માત્ર 25 કિલોમીટર ના અંતરે આવેલું ત્રિનેત્ર મંદીર દાદા ભગવાન ની કલ્પના છે. જેમાં જૈન ધર્મ, શૈવવાદ અને વૈષ્ણવ ધર્મ ને એક જ મંચ પર સાથે લાવવામાં આવ્યા છે. આ મંદીર થી ધાર્મિક તફાવત ને નાબૂદ કરવાનો તથા બિનસાંપ્રદાયિક મંદીર બનાવવા માં આવ્યું છે. જેમાં રાત ના સમયે મંદીર રોશની થી જગમગી ઉઠે છે.
•અક્ષરધામ મંદિર : ગાંધીનગર માં આવેલું અક્ષરધામ મંદિર અમદાવાદ થી 25 કિલોમીટર ના અંતરે આવેલું આ મંદિર સ્વામિારાયણ સંપ્રદાય નું છે. જેની સ્થાપના 1992 માં કરવામાં આવી હતી. મંદીર નું સ્થાપત્ય કલા અને તેની કોતરણી નિહાળવા જેવી છે. જ્યાં સ્વામીનારાયણ ભગવાન ને લગતા પત્રો અને તેમની કથા દર્શાવે છે.
• ઈન્દ્રોડા પાર્ક : અમદાવાદ થી 25 કિલોમીટર ના અંતરે આવેલું ઈન્દ્રોડા પાર્ક ગાંધીનગર માં આવેલું છે. લીલાછમ ઝાડો થી છવાયેલું છે. જ્યાં ડાયનોસોર પાર્ક, બોટનિકલ ગાર્ડન, પ્રાણીસંગ્રહાલય, વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. બાળકો ની સાથે જવા જેવી જગ્યા છે.
• મણિયાર વર્લ્ડ : સરખેજ પાસે આવેલું મણિયાર વર્લ્ડ ઉભુ કરવા માં આવ્યું છે. જેમાં સ્નો પાર્ક, અમ્યુસમેન્ટ પાર્ક, વોટર પાર્ક બનાવવા માં આવ્યું છે. તે સિવાય કાર બમ્પિંગ, જમ્પિંગ જેક, 5D સિનેમા, સ્લિંગ શોટ, એકવા બોલ વગેરે નો સમાવેશ થાય છે. બાળકો, મિત્રો તથા પરિવાર સાથે જઈ શકાય તેવી જગ્યા છે.
• સાયન્સ સિટી : હેબતપૂર નજીક આવેલું સાયન્સ સિટી એ તેના નામ મુજબ સાયન્સ ને લગતા પ્રયોગો અને વિજ્ઞાન સાથે જોડાયેલા વિવિધ વિષયો નું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તે સિવાય IMAX THEATRE, ELECTRODOME, THRILL RIDE, HALL OF SPACE & SCIENCE, RESTAURANT, SPACE EARTH, ENERGY PARK, AUDA GARDEN વગેરે જોવલાયક છે.
• અડાલજ ની વાવ : અડાલજ ની વાવ આ વાવ ની મુલાકાત લેવા જેવી છે. જેને 1499 માં બનાવવા માં આવી હતી. આ વાવ ને પાણી નો સંગ્રહ કરવા માટે બનાવવા માં આવી હતી તેની સ્થાપત્ય મુસ્લિમ કલા મુજબ કરવામાં આવ્યું હતું. તેનું સ્થાપત્ય અને બાંધકામ 500 વર્ષ પછી પણ એમનું એમ અકબંધ છે.
• થોળ પક્ષી અભયારણ્ય : અમદાવાદ થી 29 કિલોમીટર ના અંતરે આવેલું આ પક્ષી અભયારણ્ય માં તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં દૂર દૂર થી વિવિધ પ્રકારના પક્ષીઓ આવે છે. જેમાં ફ્લેમિંગો પક્ષી અને સારસ પક્ષી આકર્ષણ નું કેન્દ્ર છે.
0 Comments