ગુજરાતી ભાષા માં બનેલી શ્રેષ્ઠ જોવાલાયક મુવીઝ

ગુજરાતી સિનેમા 1932થી ફિલ્મો બનાવી રહી છે. જેને ગોલિવુડ કે ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલા ગુજરાતી સિનેમા માં ફિલ્મો બનતી હતી પરંતુ તે ફિલ્મો નું સ્તર યોગ્ય ન હતું અથવા ફિલ્મની વાર્તા ગામડા માં જ આકાર લેતી હતી પરંતુ 2016 માં ગુજરાતી ફિલ્મ ને સબસીડી ની જાહેરાત કરવામાં આવી હતી જેથી નવા પ્રોડ્યુસરો ગુજરાતી ફિલ્મો બનાવી અને અર્બન ફિલ્મ ની શરૂઆત થઈ જેથી નવી વાર્તાઓ આકાર લેવા પામી હતી.

ગુજરાત સરકારે વર્ષ 2016 માં જાહેર કરેલ ગુજરાતી ફિલ્મની પોલિસીમાં એ ગ્રેડ મેળવનાર ફિલ્મને 50 લાખ સબસિડી પેટે આપવામાં આવતી હતી. જે હવે તેમાં એ પ્લસ ગ્રેડનો ઉમેરો કરીને તેની સબસિડી 75 લાખ કરવામાં આવી છે. તો બી ગ્રેડ મેળવના ફિલ્મને 25 લાખથી વધારીને 40 લાખ, સી ગ્રેડ મેળવનાર ફિલ્મને 10 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે. તો ડિ ગ્રેડ ફિલ્મમાં 5 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. જ્યારે ઇ ગ્રેડ અને એફ ગ્રેડ ઉમેરીને અનુક્રમે 10 લાખ અને 5 લાખની સબસિડી જાહેર કરી છે.



 બે યાર - 2015 માં આવેલી આ ફિલ્મ બે યાર એ ગુજરાતી સિનેમા ને અલગ મુકામ પર લઈ ગઈ હતી આ ફિલ્મ ની વાર્તા બે નાનપણ ના મિત્રો ચકો અને ટીનો ની આસપાસ રહેલી છે જેમાં તેઓ ઝડપ થી પૈસા વાળા બનવા માંગે છે અને ચકા ના પિતા ચા ની કીટલી ચલાવે છે જેમની પાસે એમ.એફ.હુસૈન દ્વારા બનાવવા માં આવેલું એક પેઇન્ટિંગ છે. જેની કિંમત ઘણી છે તે પેઇન્ટિંગ ને ચકો આર્ટ ડીલર પાસે ગીરવે મૂકી ને પૈસા મેળવે છે અને તેના પિતા ને તે વાત ની ખબર હોતી નથી અને આર્ટ ડીલર તે પેઇન્ટિંગ ની કિંમત વધુ હોવાથી તેના બદલા માં પરત સમયે ખોટી પેઇન્ટિંગ આપે છે તે પેઇન્ટિંગ મેળવવા માટે જે પરિસ્થિતિ સર્જાય છે તેનાથી ભાવુક તથા હાસ્ય ઉત્પનન થાય છે જે જોવા જેવુ છે.

કલાકાર - પ્રતીક ગાંધી, દિવ્યાંગ ઠક્કર, દર્શન જરીવાલા, મનોજ જોષી, અમિત મિસ્ત્રી, કેવિન દવે 

આ ફિલ્મ AMAZON PRIME પર જોવા મળશે.



છેલ્લો દિવસ - 2015 માં આવેલી આ ફિલ્મ કોલેજ ના 8 મિત્રો પર આધારિત હતી જે હાસ્ય અને મનોરંજન થી ભરપુર હતી. ફિલ્મ ની શરૂઆત કોલેજ ની છેલ્લી પરીક્ષા પતાવી ને છેલ્લો દિવસ ઊજવવા માટે નીકળે છે. તેવા સમયે વિકી નો કાર ની બહાર નીકળતા ખરાબ રીતે અકસ્માત થાય છે. ત્યારબાદ ફિલ્મ ની વાર્તા ચાલુ થાય છે અને કોલેજ કાળ ના સમય માં મજાક મસ્તી કરેલા સંસ્મરણો ને યાદ કરે છે. આ ફિલ્મ ને યુવાવર્ગ દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ પર થી હિન્દી માં ડેસ ઓફ ટફરી બનાવામાં આવી હતી.

કલાકાર - મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદી, આર્જવ ત્રિવેદી, જાનકી બોડિવાલા, રાહુલ રાવલ, મયુર ચૌહાણ

આ ફિલ્મ AMAZON PRIME પર જોવા મળશે.



Wrong Side Raju - 2016 માં આવેલી આ ફિલ્મ થ્રિલર ફિલ્મ હતી. જેમાં રાજુ નામ ની વ્યક્તિ કે જે દિવસ માં ડ્રાઇવર અને રાત માં બુટલેગર નું કામ કરતો હોય છે. એક રાત્રે જ્યારે તે પોતાના સ્કૂટર માં દારૂ લઈ ને જતો હોય છે તેવા સમયે ચેક પોઇન્ટ પર તેને પોલીસ દ્વારા રોકવામાં આવે છે તો તે પોલીસ ને નુકસાન પોહચાડી ને ત્યાં થી ભાગી જાય છે તેવા સમયે એક અન્ય અકસ્માત પણ સર્જાય છે જેની પોલીસ તપાસ કરે છે. આ ફિલ્મ 2013 માં થયેલા હિટ એન્ડ રન કેસ પર થી આધાર લેવામાં આવ્યો હતો.

આ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.


કલાકાર - પ્રતીક ગાંધી, જયેશ મોરે, આસિફ બસરા


આ ફિલ્મ MX PLAYER પર જોવા મળશે.



ચલ મન જીતવા જઈએ - 2017 માં આવેલી આ ફિલ્મ માં બીઝનેસ ધરાવતા પરિવાર પર બીઝનેસ માં નુકસાન જતા સંકટ સમય ની પરિસ્થિતિ માં પરિવાર ના સભ્યો કેવા નિર્ણયો લે છે અને પરિવાર માં જે છોકરા ને તેના પિતા કઈ માનતા નથી તે તેવા સમયે આ પરિસ્થિતિ માં થી પરિવાર ને ઉગારવા માટે જે નિર્ણય બતાવે છે તે નિર્ણય સચોટ નીકળે છે આ ફિલ્મ પારિવારિક ડ્રામા છે 


કલાકાર - ક્રિષ્ના ભારદ્વાજ, રાજીવ મહેતા, ધર્મેન્દ્ર ગોહિલ, હરેશ ખુરાના, અનુપમા મસંદ, રુદ્રાક્ષી ગુપ્તા


આ ફિલ્મ AMAZON PRIME પર જોવા મળશે.



લવ ની ભવાઈ - 2017 માં આવેલી આ ફિલ્મ હોલિવૂડ ની ફિલ્મ THE ACCIDENTAL HUSBAND પર થી આધાર લેવામાં આવ્યો છે આ ફિલ્મ માં RJ અંતરા કે જે રેડિયો જોકી તરીકે અમદાવાદ માં જાણીતી છે તેના અવાજ અને તેના સ્વભાવ ના કારણે થી તે પ્રેમ અને સબંધો ની વિરૂદ્ધ છે. એક દિવસ એક પાર્ટી માં તે બિઝનેસમેન આદિત્ય ને મળે છે. તેના સ્વભાવ વિશે આદિત્ય જાણે છે તથા તેને અંતરા ગમવા લાગે છે અને તેવો એક બે વાર સાથે મળતા તેમના સંબંધો ની અફવા ફેલાવા લાગે છે. તેવા સમયે સાગર ની પ્રેમિકા અંતરા ને ફોન કરે છે. અને તેની સાથે વાત કરવા થી તે સાગર સાથે સંબંધ કાપી નાખે છે અને બદલો લેવા માટે સાગર અંતરા ની પાછળ પાછળ જાય છે. અને તેવા સમયે પ્રણય ત્રિકોણ સંબંધ રચાય છે. જે માટે ફિલ્મ જોવા જેવી રહે છે.

ફિલ્મ ના ગીતો વહાલમ આવો ને , ધૂન લાગી જેવા ગીતો પ્રખ્યાત બન્યા હતા.

કલાકાર - પ્રતીક ગાંધી, મલ્હાર ઠક્કર, આરોહી પટેલ

આ ફિલ્મ NETFLIX પર જોવા મળશે.



કરશનદાસ પે એન્ડ યુઝ - 2017 માં આવેલી આ

ફિલ્મ હાસ્ય, પ્રેમ અને એક્શન ના મિશ્રણ થી ભરપુર છે. તિલોક અને સુંદર બે ભાઈ પે એન્ડ યુઝ ચલાવે છે. જેમાં એક દિવસ તીલોક ની મુલાકાત જયા સાથે થાય છે. અને તે બન્ને વચ્ચે પ્રેમ થાય છે જેમાં તિલોક અને જયા ના પરિવાર વચ્ચે જાતિ ના ભેદભાવ ના કારણે તકલીફો સર્જાય છે. જે જોવા જેવી છે.


કલાકાર - દીક્ષા જોષી, મયુર ચૌહાણ, હેમાંગ શાહ, ચેતન દહિયા, જય ભટ્ટ


આ ફિલ્મ ZEE5 પર જોવા મળશે.


રેવા - 2018 માં આવેલી આ ગુજરાતી ફિલ્મ 1998 ની ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસિ પર આધારિત છે.  ફિલ્મ ની વાર્તા 25 વર્ષ ના NRI કે જેના દાદા નું નિધન થાઈ છે. અને તેના દાદા તેના માટે આશ્રમ મૂકી ને જાય છે. જે નર્મદા નદી ના કિનારે આવેલું છે. તે આશ્રમ જોવા માટે આવે છે અને તેવા સમયે જે પ્રેરણાત્મક, લાગણીસભર, અને ધાર્મિક સબંધો બંધાય છે. તે જોવાલાયક છે. રેવા એ નર્મદા નું બીજું નામ છે. નર્મદા ની પરિક્રમા અને જંગલ માં રહેલા મંદિરો ને દર્શાવવામાં આવ્યા છે. જેની માટે ફિલ્મ જોવાલાયક છે.

કલાકાર - ચેતન ધનાની, મોનલ ગજજર, દયાશંકર પાંડે, અભિનય બેન્કર, મુનિ ઝા, યતિન કારેકર

આ ફિલ્મ MX PLAYER પર જોવા મળશે.


ચાલ જીવી લઈએ - 2019 માં આવેલી આ ફિલ્મ પિતા પુત્ર ના સંબંધ પર આધારિત છે. સતત કામ કરતો પુત્ર એક દિવસ તેના પિતા ની તબિયત ખરાબ થતા તેમની સાથે સમય વિતાવવા ની વાત કરે છે. અને તેના પિતા સાથે તે પ્રવાસે નીકળે છે. જેમાં જગ્યાઓ સુંદર બતાવવામાં આવી છે અને ફિલ્મ ના ગીતો પણ લોકો ને ગમ્યા હતા. જેમાં સોનું નિગમ દ્વારા પિતા પુત્ર ના સંબંધ નું ગીત પા પા પગલી, અને સચિન જીગર નું ચાંદ ને કહો જેવા સુંદર ગીતો છે.

કલાકાર - સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની, આરોહી પટેલ


હેલ્લારો -  2019 માં આવેલી આ ફિલ્મ પીરીયડ ડ્રામા છે જે 1975 ની પૃષ્ઠભમિમાં દર્શાવવા માં આવી છે. સત્ય ઘટના પર થી આધાર રાખી ને આ ફિલ્મ બનાવવા માં આવી છે. કચ્છ ના રણ માં રહેતા મહિલા ને પાણી ભરવા માટે દૂર જવું પડે છે અને પાણી ભરવા જતા ત્યાં રસ્તા માં એક ઢોલી બેભાન હાલતમાં હોય છે તેને પાણી પીવડાવે છે બાદ માં ઢોલી ને ઢોલ વગાડવાનું કહે છે. અને તેવા સમયે ઘર ના બધા નિયમો ને બાજુ માં મૂકી ને મન મૂકી ને મહિલા ઓ ગરબે ઘુમી ઉઠે છે અને આ વાત ની જાણ ગામ ના પુરુષો ને થતા જે પરિસ્થિતિ સર્જાય છે તે જોવાલયક છે. 
આ ફિલ્મ નેશનલ ફિલ્મ એવોર્ડ જીતવા માં સફળ રહી હતી.

કલાકાર - શ્રદ્ધા ડાંગર, આર્જવ ત્રિવેદી, જયેશ મોરે, કૌસંબી ભટ્ટ, નીલમ પંચાલ, કિશન ગઢવી

આ ફિલ્મ MX PLAYER પર જોવા મળશે.

આ સિવાય ઘણી ફિલ્મો જેમ કે શરતો લાગુ, શુભ આરંભ, ધૂનકી, પપ્પા તમને નઈ સમજાય, થઈ જશે, કેવી રીતે જઈશ, સાહેબ, કેમ છો, રતનપુર વગેરે... જોવાલાયક ફિલ્મો છે.
  

Post a Comment

0 Comments