તમે માત્ર એવું સમજતા હોય કે ફોન માં તમે ગેમ રમતા હોય અથવા મૂવી જોવો કે વેબ બ્રાઉસિંગ કરતા હોય તો જ ફોન ની બેટરી ઉતરતી હોય એવું નથી તે સિવાય પણ ઘણા કારણ રહેલા છે કે જેના થી ફોન ની બેટરી ઉતરતી હોય છે.
1. ઓટો અપડેટ - જ્યારે તમારો ફોન વાઇફાઇ ના કનેક્શન માં આવે તેવા સમયે ફોન માં રહેલા એપ્લિકેશન તેની જાતે જ અપડેટ થવા લાગે છે જેના થી ફોન ની બેટરી ઉતરતી હોય છે તેના માટે પ્લે સ્ટોર માં જઈ ને ઓટો અપડેટ બંધ કરવા નું રહેશે.
Play Store > Settings > Auto Update > Never Auto Update
2. બેકગ્રાઉન્ડ માં ચાલતા એપ્સ - જ્યારે ફોન માં તમે multitasking માં કામ કરતા હોય તેવા સમયે તમે એપ્સ ને બંધ કરી દો છો પરંતુ તે એપ બેકગ્રાઉન્ડ માં ચાલતી હોય છે. તેવી એપ્સ જેમ કે ફેસબુક, વોટસએપ, સ્નેપચેટ જેવા એપ્સ ના સેટિંગ માં જઈને એપ્સ ના પાવર સેવર માં થી બેકગ્રાઉન્ડ માં ના ચાલે તેના પર ક્લિક કરવું.
Apps > Power saver > prohibit running in the background પર ક્લિક કરવું.
3. વાઇફાઇ, બ્લુટુથ, ડેટા - જ્યારે ફોન માં વાઇફાઇ, બ્લુટુથ કે ડેટા ની જરૂર ના હોય તો તેવા સમયે તેને બંધ રાખવા જોઈએ કે જેથી કરી ને તે બેટરી ઉતારે નહિ.
4. બિનઉપયોગી એપ્સ - ફોન માં આપણે ઘણા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેતા હોઈએ છે જેમાં થી એવા ઘણા એપ્લિકેશન હોય છે જેનો આપણે ઉપયોગ નથી કરતા પરંતુ તે નેટ ચાલુ હોય તેવા સમયે બેકગ્રાઉન્ડ માં ચાલુ રહી ને ફોન ની બેટરી ઉતારતા હોય છે. માટે જે એપ્સ બિનઉપયોગી હોય તેવા એપ્સ ને કાઢી નાખો.
5. નકામી નોટિફિકેશન - ફોન માં જ્યારે કોઈ નવી એપ્સ ને ડાઉનલોડ કરીએ છીએ તો તે એપ્સ માં જ્યારે કંઈ નવું આવે તો નોટીફિકેશન આવે છે. માટે જો એપ્સ નો ઉપયોગ મર્યાદિત થતો હોય તો તેવા એપ્સ ની સેટિંગ માં જઈ ને નોટિફિકેશન બંધ કરી દેવી જોઇએ.
6. સ્લીપ ટાઈમર - ફોન નો ઉપયોગ ના કરતા હોય તો તેવા સમયે જો ફોન ની લાઈટ લાંબા સમય સુધી ચાલુ રહેતી હોય છે. તેના બદલે ફોન ની સેટિંગ માં જઈને ડિસ્પ્લે માં જઈ ને સ્ક્રીન નો ટાઇમ ઓછો કરવો જેના થી બેટરી ઓછી ઉતરે છે.
Setting > Display > Auto screen ઓફ
7. બ્રાઇટનેસ - ફોન માં બ્રાઇટનેસ ને ઓછી રાખો કે જ્યારે તમે ફોન નો ઉપયોગ ના કરતા હોય અથવા ફોન માં મૂવી જોતા હોય તેવા સમયે ફોન ની બ્રાઇટનેસ ઓછી રાખવી.
8. એરોપ્લેન મોડ - જ્યારે તમારા ફોન માં કવરેજ ના આવતું હોય તેવા સમયે ફોન માં એરોપ્લેન મોડ ને ઓન કરી દેવું જેથી કરી ને ફોન ની બેટરી ઓછી ઉતરશે.
9. લોકેશન - જ્યારે ફોન માં મેપ ની જરૂર ના હોય તેવા સમયે ફોન નું લોકેશન બંધ રાખવું જોઈએ કે જેથી કરીને જ્યારે ફોન નો ઉપયોગ કરતા હોય તો લોકેશન નું શોધ ના ચાલુ રહે.
10. ચાર્જિગ - ફોન ને થોડા થોડા સમય માટે ચાર્જિગ માં મૂકવો જોઈએ નહિ. જ્યારે ફોન ની બેટરી ઓછી હોય તેવા સમયે જ ફોન ને ચાર્જિગ માં મૂકવો જોઈએ જેથી કરી ને ફોન હિટ ના થાય.
આ સિવાય વોટ્સએપના સેટિંગ માં જઈને ઓટો ડાઉનલોડ થતા ફોટા, વિડિયો અને ઓડિયો ને બંધ કરી દેવા જેના થી ફોન ની બેટરી બચાવી શકાશે. ફોન ને વાયબ્રેશન મોડ માં રાખવો નહિ જો ફોન વાયબ્રેશન મોડ માં હશે તો તેની ધ્રુજારી ના કારણે થી ફોન ની બેટરી ઉતરતી રોકી શકાય છે. ફોન માં બને ત્યાં સુધી સાદું વોલપેપર રાખવું. જો લાઈવ વોલપેપર રાખવા માં આવ્યું હોય તો તેના થી વધુ બેટરી ઉતરતી હોય છે.
શું સ્માર્ટફોનને આખી રાત ચાર્જ કરવો યોગ્ય છે?
સ્માર્ટફોન નામ તમારા ફોનને માત્ર લેવા માટે નથી આપવામાં આવ્યું તે હકીકતમાં ખૂબ જ સ્માર્ટ છે અને જ્યારે તમારો ફોન સંપૂર્ણ રીતે ચાર્જ થઇ જાય છે ત્યારે તેને ખબર પડી જાય છે અને તેઓ કરંટ પસાર થવા દેતા નથી અને જ્યારે પરમીટ પર પહોંચી જાય છે ત્યારે તે પોતાની મેળે જ ઓફ થઈ જાય છે. અને જો તમે તમારા સ્માર્ટફોનને આખી રાત ચાર્જિંગમાં પણ મૂકી દો છો ત્યારે પણ એક ચોક્કસ લેવલ પર પહોંચ્યા પછી તે ચાર્જ થવાનો બંધ થઈ જાય છે. અને ત્યાર પછી જ્યારે બેટરી ડાઉન થવા લાગે છે ત્યારે તેની જાતે જ ફરી થી ચાર્જ થવા લાગે છે. ફોન ની સાથે આવેલા કેબલ નો જ બને ત્યાં સુધી ઉપયોગ કરવામાં આવે તેનું ધ્યાન રાખવું એ જરૂરી છે. આથી આખી રાત ફોન ને ચાર્જ કરવા માં કોઈ વાંધો નથી.
0 Comments